શબાના આઝમીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું-'ટીકા કરનારાઓ રાષ્ટ્ર વિરોધી કહેવાય છે'
ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ શનિવારે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આજકાલ એવો માહોલ છે કે સરકારની ટીકા કરનારાને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ શનિવારે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આજકાલ એવો માહોલ છે કે સરકારની ટીકા કરનારાને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. પરંતુ તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે કોઈને તેમનું સર્ટિફિકેટ જોઈતું નથી.
શબાના આઝમીએ કહ્યું કે અમે ગંગા-જમુના તહઝીબમાં ઉછર્યા છીએ. અમે આ હાલાત આગળ ઘૂંટણિયા ટેકી શકીએ નહીં. ભારત એક ખુબસુરત દેશ છે. દેશવાસીઓને તોડવાની કોઈ પણ કોશિશ દેશ માટે સારી નથી.
શબાના આઝમી ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્પીચ આપી રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ હાજર હતાં. શબાના આઝમીએ કહ્યું કે દેશની નબળાઈ દર્શાવવામાં કોઈ ખરાબ વાત નથી. ઉલ્ટું તેનાથી દેશની પ્રગતિ થાય છે. દેશના ભલા માટે આપણે તેની નબળાઈ પણ જણાવીએ તે જરૂરી છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે દેશમાં શું ખોટું છે તે નહીં જણાવીએ તો હાલાત સારા કેવી રીતે થશે.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે આપણો જે દેશ છે તેના પર આપણે ગર્વ કરીએ છીએ, તેની અખંડિતતા માટે સંઘર્ષ કરતા રહીશું અને આપણે સફળ થઈશું. મહિલાઓની વાત કરીએ તો સાંપ્રદાયિકતા તેની સાથે જોડાયેલી છે. સાંપ્રદાયિક તોફાનો થાય છે ત્યારે તેમનું ઘર બરબાદ થાય છે. બાળકો બેઘર થાય છે. સૌથી વધુ અસર તેમને જ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે